HomeGujaratવાંકાનેરમાં બાળકોની સાયકલ ચલાવવા બાબતે ઝઘડો, છ શખ્સોએ મહિલા પર લાકડીથી કર્યો...

વાંકાનેરમાં બાળકોની સાયકલ ચલાવવા બાબતે ઝઘડો, છ શખ્સોએ મહિલા પર લાકડીથી કર્યો હુમલો

વાંકાનેર શહેરના દરબારગઢ રોડ પર આવેલી હવેલી શેરીમાં સાયકલ બાબતના સામાન્ય વિવાદે ઝઘડાનું રૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, હવેલી શેરીમાં રહેતી જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણીએ આરોપી ભાવનાબેન કાગડા, શિતલબેન કાગડા, નિરાલીબેન કાગડા, સાવનબેન પ્રદીપભાઈ વાગડીયા, ખુશ્બબેન પ્રદીપભાઈ વાગડીયા તેમજ પ્રદીપભાઈ વાગડીયા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર ગત તા. 4 માર્ચના રોજ આરોપીઓના બાળકોની સાયકલ બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આરોપીઓએ ગાળો બોલી લાકડી વડે મારામારી કરી હતી અને ઝઘડા દરમિયાન ફરિયાદીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. આ ઘટનાને પગલે વાંકાનેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW