વાંકાનેર તાલુકાના ચંદ્રપુર નાળા નજીક આવેલી લુહાર સમાજની વાડી પાસે ગઈકાલે સવારે દેવજીભાઈ કુકાભાઈ સીતાપરા (ઉ.વ. 60) નામના વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.