HomeGujaratમોરબીના રાજપરમાં રમકડાંની બેટરી ફાટતા 8 વર્ષનું બાળક દાઝ્યો

મોરબીના રાજપરમાં રમકડાંની બેટરી ફાટતા 8 વર્ષનું બાળક દાઝ્યો

મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રહી મજુરી કામ કરતા એક શ્રમિક પરિવારના બાળક સાથે  દુર્ઘટના બની છે. જેમાં કચરામાંથી મળી આવેલી રમકડાની જૂની બેટરી અચાનક ફાટી જતાં ૮ વર્ષના માસૂમ બાળક બાદલને શરીરના અનેક ભાગોમાં ગંભીર દાઝી ગયો હતો. બાળકને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સઘન સારવાર ચાલુ છે.

મળતી વિગતો પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજપર ગામની વાડીમાં ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મેંરુંભાઈ ગામડનો 8 વર્ષનો પુત્ર  પુત્ર બાદલ વાડીમાં રમતો હતો. રમતા-રમતા તેને કચરામાંથી એક જૂની રમકડાની બેટરી મળી આવી. આ અજાણી વસ્તુ સાથે રમવા લાગ્યો ત્યારે અચાનક જોરદાર ધડાકો થયો અને બેટરી ફાટી ગઈ, જેના કારણે નાનકડા બાદલના ચહેરા, હાથ અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે દાઝી ગયો હતો.

બેટરી ફાટવાના કારણે બાળક રાડા રાડ કરી મુક્ત પરિવારજનોએ તાત્કાલિક  દોડી ગયા હતા અને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ વધુ સારવાર માટે  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો  જ્યાં ડોક્ટરોએ તેની તાત્કાલિક તબીબી સારવાર શરૂ કરતા  તબિયત સુધારો થયો હતો  આ અણધારી દુર્ઘટનાએ ગરીબ શ્રમજીવી પરિવારમાં ભારે શોક અને ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે. બાદલ પરિવારમાં બે બહેનોનો એકમાત્ર નાનો ભાઈ છે. તેના પિતા વેરુંભાઈ ખેતમજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. આ ઘટનાએ આખા પરિવારને ચિંતામાં  ડુબાડી દીધો છે.

આ બનાવની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચીને બાળકની હાલત જાણી છે અને આ કેસમાં પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

આવી દુ:ખદ ઘટનાઓ અટકાવવા માટે વાલીઓને અપીલ કરવામાં આવે છે કે બાળકોને કચરામાંથી મળતી જૂની બેટરી, તૂટેલા રમકડાંના ભાગો કે અન્ય જોખમી વસ્તુઓથી દૂર રાખવા. ખાસ કરીને જૂની બેટરીઓ ફાટવાનું જોખમ વધુ હોય છે, જેનાથી બાળકોને ગંભીર ઈજા થઈ શકે છે. બાદલના જલ્દી સાજા થવાની સૌ કોઈ દુઆ કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW