વાંકાનેરની કીશાન સોસાયટી મહાદેવનગર વિસ્તારમાં રહેતા કિશોરસિંહ બનેસિંહ ઝાલાનું ગત રોજ દુઃખદ અવસાન થયું હતું. મળતી માહિતી મુજબ, તેઓ પોતાના ઘરે હાજર હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતાં બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

