HomeGujaratહળવદ નજીક બાઈક સ્લીપ થતા ખેતશ્રમિકનું મોત

હળવદ નજીક બાઈક સ્લીપ થતા ખેતશ્રમિકનું મોત

હળવદ તાલુકાના અજિતગઢ ગામની સીમમાં ખેતમજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી જયંતીભાઈ મંગળીયાભાઈ ચૌહાણ (ઉ.વ. 48) ગત તા. 4 માર્ચે પોતાનું એમપી-69-ઝેડડી-0631 નંબરનું બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા નજીક કે.ટી. મિલ પ્રાથમિક શાળા સામે બાઈક અચાનક સ્લીપ થતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઈજાઓ ગંભીર હોવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW