HomeGujaratમોરબીમાં એસ.ટી. બસની ઠોકરથી આધેડને ગંભીર ઇજા

મોરબીમાં એસ.ટી. બસની ઠોકરથી આધેડને ગંભીર ઇજા

મોરબીના રાજપર ગામના ખેડૂત રમણીકભાઈ ગોપાલભાઈ મારવાણીયા (ઉ.વ. 52)એ એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, તેઓ રેલવે સ્ટેશન રોડ પર આવેલ ધકાવાળા મેલડી માતાજીના મંદિર પાસે રોડની સાઇડમાં પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી વધુ ઝડપે આવી રહેલી એસ.ટી. બસ (નં. GJ-18-Z-8419)ના ચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા તથા ડાબા પગના ઢીંચણ ઉપરના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હોવાનું જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW