HomeGujaratઝીંઝુડા ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા,12 દિવસના રિમાન્ડ મંજુર

ઝીંઝુડા ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા,12 દિવસના રિમાન્ડ મંજુર

રાજ્યના દરિયા કાઠે વધી રહેલા ડ્રગ્સ તસ્કરી પર એટીએસ દ્વારા ગાળિયો ક્સવમ આવ્યો છે જેના કારણે અલગ અલગ જગ્યાએથી ડ્રગ્સ તસ્કરી કરતા તત્વો પર આકરી કાર્યવાહી હાથ ધરી હતી અગાઉ મોરબીના ઝીંઝુડા ગામથી સૌ પ્રથમ 118 કિલોનો 593 કિલો હેરોઈન સાથે ૩ શખ્સને પ્રથમ ઝડપી લીધા હતા. જે બાદ અલગ અલગ સમયે કુલ 7 શખ્સને ઝડપી લીધા હતા.જેમના રિમાન્ડ પુરા થતા તેમને ગઈકાલે જેલ હવાલે કર્યા હતા.આ પ્રકરણમાં એટીએસ વધુ બે શખ્સને ઝડપી લીધા હતા.બન્નેની પુછપરછ કરતા તેમના નામ જાબીયર ઉર્ફે જાવીદ અને સર્જરાવ કેશવરાજ ગરડ નામ જણાવ્યા હતા અને તેઓનુ ઝીંઝુડા ગામના ડ્રગ્સ કેસમાં પણ તેની સંડોવણી સામે આવી હતી. જેથી બંનેની એટીએસ દ્વારા ધરપકડ કરવમાં આવી હતી અને આજે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.જ્યાં સરકારી વકીલ સંજય દવેએ એટીએસ વતી દલીલ કરી હતી અને આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.વકીલની દલીલ ના આધારે ઇન્ચાર્જ ડીસ્ટ્કટ દ્વારા 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW