HomeGujaratટ્રક હટાવવા જેવી નજીવી બાબતે હથિયારો સાથે ત્રાટકેલા શખ્સોએ શોરૂમમાં તોડફોડ કરી

ટ્રક હટાવવા જેવી નજીવી બાબતે હથિયારો સાથે ત્રાટકેલા શખ્સોએ શોરૂમમાં તોડફોડ કરી

મોરબીના કંડલા બાયપાસ વિસ્તારમાં આવેલી સતકાર રેસીડેન્સીમાં રહેતા અને કંડલા બાયપાસ રોડ, દેશી ડાયરા હોટલ પાસે, શો રૂમ ધરાવતા વેપારી સાથે  મારામારી અને લૂંટની ઘટના સામે આવી છે. માત્ર ટ્રક હટાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. વેપારી ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા અને તેમના ભાઈ પર પિસ્તોલ જેવા ઘાતક હથિયારો બતાવી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ વિસ્તારમાં આવેલી સતકાર રેસીડેન્સીમાં રહેતા અને કંડલા બાયપાસ રોડ, દેશી ડાયરા હોટલ પાસે, શો રૂમ ધરાવતા ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજાએ એ ડીવીઝન પોલીસ મથકમાં બે શખ્સ નામ જોગ તેમજ 4 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી છે જેમાં તેઓએ આરોપ લગાવ્યો હતો કે આરોપી રણજીત જેસીંગભાઈ ચાવડા નામના શખ્સે ટ્રક દૂર લેવા બાબતે વેપારીના ભાઈ ચિરાગભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ વિવાદ એટલો વકર્યો કે રણજીતે અન્ય આરોપી દિનેશ ગગુભાઈ મકવાણા અને ચાર અજાણ્યા ઈસમોને સ્થળ પર બોલાવી લીધા હતા.આરોપી દિનેશ મકવાણા પોતાની ફોર્ચ્યુનર કારમાંથી ધોકો કાઢી વેપારી પર તૂટી પડ્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ વેપારીના શો-રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ મચાવી હતી. આરોપી રણજીત ચાવડાએ પુરાવા નાશ કરવાના ઈરાદે દુકાનનું ડી.વી.આર. તોડી નાખ્યું હતું અને તેની લૂંટ ચલાવી હતી.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીએ પોતાની પાસે રહેલી ગ્રે કલરની પિસ્તોલ જેવા હથિયાર વડે વેપારી અને તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે દિનેશ મકવાણાએ ગાળાગાળી કરી વેપારીનું અપહરણ કરી જવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW