મચ્છુ નદી પર રાજવી પરિવાર દ્વારા બનાવવામાં મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝુલતા પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ બનેલી દુર્ઘટનામાં નામ શેષ થયો હતો સાથે 135 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા સરકારને ઝુલતા પુલના નિર્માણ બાબતે પણ સવાલ કર્યા હતા ત્યારે હવે સ્થાનિક કક્ષાએ પણ મોરબીની એ ઐતિહાસિક ધરોહરને ફરી એકવાર બનાવવા માંગ ઉઠી છે આ બાબતે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ સીએમને પત્ર લખી ઝુલતા પુલના નિર્માણની માગ કરી છે
આ ઉપરાંત મોરબી રાજાશાહી સમયની મહેન્દ્ર સિંહ હોસ્પિટલના નિર્માણ કરવા,માત્ર નામ પૂરતા રહેલા મહેન્દ્ર સિહ જી ટાઉનહોલના નવ નિર્માણ કરવા,એલ ઈ કોલેજનું બંધ જુના બિલ્ડીંગના રીનોવેશન કરવાની માંગણી પણ કે ડી બાવરવાએ સીએમને પત્ર લખીને કરી છે તો મોરબી જે એક વખત નું ખુબજ ધમધમતું સુવિધા સભર સૌરાષ્ટ્રના પેરીસ ની ઉપમા ધરાવતું હતું. તે મોરબીનું એક માત્ર દરિયાઈ બંદર નવલખી બંદર કોલસાની આવક થતા કોઈ બીજા કામ માટે રહ્યું નથી જેથી નવલખી પોર્ટના વિકાસ માટે પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે

