HomeGujaratમોરબીમાં બિમારીથી કંટાળી વૃદ્ધ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સારવાર દરમિયાન મોત

મોરબીમાં બિમારીથી કંટાળી વૃદ્ધ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સારવાર દરમિયાન મોત

મોરબીના શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય ગોદાવરીબેન મોહનભાઈ પનારાએ છેલ્લા બે-ત્રણ વર્ષથી બ્લડ પ્રેશર તથા માનસિક અસ્વસ્થતા સહિતની વિવિધ બિમારીઓને કારણે શારીરિક અને માનસિક તકલીફ અનુભવતા હતા. આ પરિસ્થિતિમાં તેમણે પોતાના નિવાસસ્થાને જાતે જ આગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનામાં તેઓ ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર માટે તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર જરૂરી બનતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW