મોરબી-માળીયા નેશનલ હાઇવે પર આવેલા ટીંબડી પાટિયા પાસે ગત તા 20ના બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ધર્મેન્દ્ર શારદાભાઈ ચૌહાણ નામના યુવાનને એક અજાણ્યા વાહને ઠોકર મારી હતી. બાદમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાને બદલે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ધર્મેન્દ્રનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનની ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકે રાજન પરમ હંસ ગુરુ પ્રસાદ નામની વ્યક્તિએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી હતી અને વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

