HomeGujaratહળવદના સુંદરી ભવાનીમાં ગેરકાયદેસર ફાયર કલે ચોરીપ્રકરણ માં ૫ શખ્સને ખનીજ વિભાગે...

હળવદના સુંદરી ભવાનીમાં ગેરકાયદેસર ફાયર કલે ચોરીપ્રકરણ માં ૫ શખ્સને ખનીજ વિભાગે ફટકારી નોટિસ,

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના મામલામાં મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી છે. આ ગામ ખનીજ ચોરી માટે પહેલેથી જ બદનામ છે, અને તાજેતરમાં સુંદરી ભવાની ગામના કાનજી કાળું ગમારા નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેઓએ દાવો કયો હતો કે સુંદરીભવાની ગામનાં માં ધરમશી  દાજીભાઈ સોલંકી,રામા રાજાભાઈ ભરવાડ,ભગવાનજી દેવાભાઈ ભરવાડ,ગેલાભાઈ ભલાભાઈ ભરવાડ પોપટ ભલાભાઈ ભરવાડ  દ્વારા ૫ થી 6 મહિના સુધી ગેર કાયદે ખનન કરી લાખો ટન ફાયર કલેની ચોરી કરી છે  આધારે વિભાગે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ફાયર ક્લે (અગ્નિરોધક માટી)નું ખનન અને ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાસ્થળે તે સમયે કોઈ વાહન કે સામગ્રી મળી ન હતી, પરંતુ ફરિયાદી કાનજી ગમારાના નિવેદન લેવામાં આવ્યું હતું . એ તેના આધારે સર્વે કરાવામાં આવતા 3,82,977 મેટ્રિક ટન ફાયર કલેની ચોરી થયાનું સામે આવતા પાંચેય શખ્સને નોટીસ ફટકારી 7દિવસમાં જવાબ રજુ કરવા આદેશ કર્યો હતો

  જો તેઓ સમય મર્યાદામાં જવાબ રજુ ન કરે તો તેઓ કશું કહેવા માંગતા નથી તેમ સમજી એક તરફી નિર્ણય લેવમાં આવશે જેના ભાગરૂપે  મોરબી ખાણ અને ખનીજ વિભાગ પાંચેય આરોપીઓને કુલ રૂ. 10 કરોડ 42 લાખથી વધુનો ભારે દંડ ફટકાર્યો છે. આ દંડની નોટિસ તમામ પાંચેય વ્યક્તિઓને જારી કરી દેવામાં આવી છે.

ખાણ અને ખનીજ વિભાગના અધિકારી જગદીશ વાઢેરએ જણાવ્યું કે, “ફરિયાદ મળતાં જ તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે આરોપીઓને નોટિસ આપવામાં આવી છે. તેમની સુનાવણી પછી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.”

આ કાર્યવાહી બાદ ખનીજ માફિયા અને ગેરકાયદેસર ખનન સામે વિભાગની સખ્તાઈ વધુ વધી છે. આ ઘટના હળવદ તાલુકામાં ખનીજ ચોરીના વધતા પ્રમાણને રોકવા માટે મહત્વનું પગલું ગણાઈ રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW