Friday, February 13, 2026
HomeGujaratમોરબીમાં અનુ.જાતિના લોકોને મકાન ભાડે આપ્યું તો માલિકને મળી ધમકી, બે શખ્સ...

મોરબીમાં અનુ.જાતિના લોકોને મકાન ભાડે આપ્યું તો માલિકને મળી ધમકી, બે શખ્સ સામે ફરિયાદ

મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા અમૃતભાઈ દેવજીભાઈ આદ્રોજા નામના વૃદ્ધે તેમનું વાવડી રોડ વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં એક મકાન અનુ સૂચિત જાતિના લોકોને ભાડે આપ્યું હતું જોકે આ મકાન ભાડે આપ્યું હતું હોય તે મકાન ખાલી કરાવવા માટે ડેનીશ પ્રજાપતિ નામના શખ્સે  અમૃતભાઈને ફોન કરી મકાન અનુ જાતિનું મકાન કેમ ભાડે આપ્યું તેવું પૂછતા મકાન ખાલી હોય અને જે લેવા તૈયાર હોય તેને નિયમ મુજબ ભાડે આપ્યું તેમ ચર્ચા કરતા હતા તે દરમિયાન આરોપી મહેશ અથવા સંજય ડાંગર નામની વ્યક્તિએ  મકાન ખાલી કરાવવા માટે જેમ ફાવે તેમ બીભત્સ ગાળો આપી તેમજ સવારના દસ વાગ્યા  સુધીમાં મકાન ખાલી નહી કરેતો મજા નહી આવે તેવી ગર્ભિત  ધમકી આપી મકાન ખાલી કરાવવા માટે દબાણ કરતા અમૃતભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,230SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page