મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં બે ત્રણ દિવસથી રાત્રિથી સવાર સુધી ઠંડી વર્તાઇ રહી છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ એટલે કે આજથી તા.11થી 15 સુધીના વાતાવરણ કેવું રહેશે તેના સંભવિત આંકડા જાહેર કર્યા છે. જેમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી એટલે રાત્રે ઠંડી અને 33 ડિગ્રી મહતમ તાપમાન એટલે દિવસભર ઉનાળો જ રહે તેવી સંભાવના દર્શાવી છે.
આ દરમિયાન વાતાવરણ અંશત: કે મધ્યમ કે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હોય ખેડૂતોને પાકની જાળવણી માટે એલર્ટ રહેવાની સૂચના આપી છે. તેમજ પવનની ગતિ પ્રતિ કલાકે 10થી 15 કિમી રહેવાની હોય રાત્રે પવનથી વધુ ઠંડી લાગશે એવી શક્યતા દર્શાવી છે. આથી આ વખતે પોષ મહિનામા 15 દિવસને બાદ કરતાં એકંદરે મિશ્ર ઋતુ જ રહેતા આખા શિયાળામાં હજુ પણ બીમારીઓએ કેડો મુક્યો જ નથી.
મચ્છર અને મસીનો ઉપદ્રવ વધ્યો મોરબીમાં હમણાંથી જીવતોનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે,મસી નામની જીવાતનો તો આખા શહેરમાં ત્રાસ હતો. એમાં હવે મચ્છરોનો ત્રાસ પણ ઉમેરાયો છે. મસી નામની જીવાત આખા શહેરમાં ઉડાઉડ કરતી હોય છે અને સમી સાંજથી મચ્છરો એવો જબરદસ્ત ઉપદ્રવ વધ્યો છે કે ઘર ઓફીસથી લઈ શહેરનો કોઈ એવો ખૂણો બચ્યો નહિ હોય જોયા મચ્છર સેના ઉતરી પડતી ન હોય. મચ્છર સેનાના જબરદસ્ત આક્રમણ પાછળ હાલ ઋતુ બદલાવનો સમયનું કારણ અને ઉપરાંત શહેરમાં જ્યાં જુઓ ત્યાં વધેલી ગંદકી પણ મહદઅંશે જવાબદાર મનાય છે.

