HomeGujaratઅમદાવાદમાં પોલીસ કર્મીઓ વૃદ્ધ દંપતીને ઢસડી લઇ ગઈ, 6 પોલીસ જવાન સસ્પેન્ડ

અમદાવાદમાં પોલીસ કર્મીઓ વૃદ્ધ દંપતીને ઢસડી લઇ ગઈ, 6 પોલીસ જવાન સસ્પેન્ડ

અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં વિસ્તારમાં આવતા એક ઘરમાંથી વૃદ્ધને ઘરમાંથી ઢસડી લઇ જવાયા હતા. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જે બાદ હાઈકોર્ટમાં અરજી થતા કોર્ટે આ પ્રકરણમાં રીપોર્ટ આપવા સુચના આપતા પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા હતા જેના આધારે ડીસીપી ઝોન 2ના વિજય પટેલે તાત્કાલિક અસરથી 6 પોલીસજવાનોને સસ્પેન્ડ કરી દીધા હતા અને થાના ઇન્ચાર્જ કે.વી.પટેલ સામે ખાતાકીય તપાસ માટેના આદેશ આપ્યા હતા

ચાંદખેડાના વૃદ્ધ દંપતિને મારવા ઢસડવાં અને ખોટો ત્રાસ આપવાના આક્ષેપ થયા હતા જે અંગે હાઇકોર્ટમાં અરજી થઇ હતી જે બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે અને આ કેસની વધુ સુનવણી 15 ડીસેમ્બરના રોજ ધરવા જણાવ્યું હતું આ કેસમાં અરજદારે હાઇકોર્ટ સમક્ષ ,માંગણી કરી હતી કે આ કેસમાં તેમની ફરિયાદ નોધી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમને વળતર પેટે રૂ 5 લાખની ચુકવણી કરવામાં આવે તેમજ સરકારી ખર્ચે રક્ષણ પણ પૂરું પાડવામાં આવે
સુનવણી દરમિયાન હાઇકોર્ટમાં અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે આઈ બીના પીઆઈ હેરાન કરવાના ઈરાદે તેમના પુત્ર સામે ચાંદખેડા પોલીસ મથકમાં ખોટી ફરિયાદ કરી હતી અને તેમના પુત્ર પર આક્ષેપ કર્યો હતો કે તેમની પાસેથી વૃદ્ધના પુત્રે મોટી રકમ ઉછીની લીધિ હતી જે પરત આપતો ન હોય આ કેસમાં વૃદ્ધ મહિલા બીમાર હોવા છતાં દંપતીને ઢસડી ઘરની બહાર કાઢી માર માર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW