HomeGujaratહળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જતા સગીરાનું મોત

હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જતા સગીરાનું મોત

હળવદના રણજીતગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ કાળુભાઈ મોહનભાઈ ચૌહાણની વાડીમાં રહેતા લિહકાભાઇ ઠુંગિયાભાઈ વસાવેની 16 વર્ષીય દીકરી રવિનાબેન રણજીતગઢ ગામની સીમમાં આવેલી કેનાલના કિનારે બેઠી મોબાઇલ ફોન પર વાત કરી રહી હતી. તે દરમિયાન અચાનક મોબાઇલ ફોન કેનાલમાં પડી જતા ફોન કાઢવા જતા સગીરા લપસી પડી અને કેનાલના પાણીમાં ડૂબી જતાં તેનું દુઃખદ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW