HomeGujaratમોરબી જિલ્લામાંથી નીકળતી વિજલાઈન મુદ્દે સોમવારે ટંકારાથી નીકળશે વિશાળ ટ્રેક્ટર રેલી, હજારો...

મોરબી જિલ્લામાંથી નીકળતી વિજલાઈન મુદ્દે સોમવારે ટંકારાથી નીકળશે વિશાળ ટ્રેક્ટર રેલી, હજારો ખેડૂતો જોડાશે

ગુજરાતના ઇતિહાસ માં સૌથી મોટી ખેડૂતો ની ટ્રેક્ટર રેલી મોરબીમાં યોજાશે.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટંકારા થી લઈ મોરબી કલેક્ટર કચેરી સુધી આ ટ્રેક્ટર રેલી યોજાશે: હજારો ખેડૂતો જોડાશે.

ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા તારીખ 02/02/2026 ના રોજ સવારે 9.30 વાગ્યાથી ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રા ટંકારા થી મોરબી કલેક્ટર કચેરી સુધીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, થરાદ અને અમદાવાદ જિલ્લા સુધીના ખેડૂતો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોના ખેતરોમાં 25-30 વર્ષ સુધી મહાકાય વીજ લાઈનોના થાંભલાઓ ઉભા રહે, જ્યાંથી વીજ લાઈન પસાર થાય એ ખેતર બિન ખેતી ન થાય, વીજ લાઈન માટે સરકારે નક્કી કરેલા કોરિડોરની બન્ને બાજુ દશ દશ મીટર અમે મકાન, ગોદામ ન કરી શકીએ, ખેતરમાં જ નાળિયેરી જેવા બાગાયતી પાકોના બગીચા કરવા હોય તો ન કરી શકીએ અને તેની સામે આ ખાનગી વીજ કંપનીઓ પોતાના ધંધા માટે ખેડૂતોની જમીનની કિંમત ઘટાડે તોય સરકાર ખેડૂતોને જંત્રી ભાવે વળતર નક્કી કરે છે.

તેમજ 2013નો જમીન સંપાદન કાયદો એમ કહે છે કે, ખેડૂતોને માર્કેટભાવના 4 ગણું વળતર આપવું, 2025 ની કેન્દ્ર સરકારની SOP એમ કહે છે કે, માર્કેટભાવના બે ગણું વળતર આપવું, રાજસ્થાન સરકારની 2025ની SOP એમ કહે છે કે માર્કેટભાવના 4 ગણું વળતર આપવું તો માત્ર ગુજરાત સરકાર જ ખેડૂત વિરોધી હોય એ રીતે જન્ત્રી ભાવે વળતર આપવાના પરિપત્ર કરી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા માંગી રહી છે. ત્યારે આ ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રાનો ઉદેશ્ય 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર માટે રાજસ્થાન સરકાર જેમ પરિપત્ર કર્યો એમ ગુજરાત સરકાર પણ વહેલામાં વહેલો પરિપત્ર કરે નહીંતર આગામી દિવસોમાં આ રેલી ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે જેથી ચાર ગણા ભાવનો પરિપત્ર કરવાની માંગ સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW