HomeGujaratમોરબીના ગાળા ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ તેમજ ખોટી રેવન્યુ નોંધ...

મોરબીના ગાળા ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ તેમજ ખોટી રેવન્યુ નોંધ રદ કરવા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની માંગ

મોરબી તાલુકાના ગાળા ગ્રામ પંચાયતની હદમાં આવતી સીમ જમીન વાઘપરની સડક, નાગડાવાસનો રસ્તે, શાપરના રસ્તે, ગામથી દક્ષિણ દિશા, તલાવડા થી દક્ષિણ દિશાનો ખરાબો એમ કુલ અલગ-અલગ 8 સ્થળે આવેલી કુલ 99 વિધા જમીનને ગૌચરની જમીનને રાજકોટ ક્લેક્ટર દ્વારા 1956માં ગૌચર માટે નીમ કરવામાં આવી હોય. જેની રેવન્યુ રેકર્ડ ગામ નમુના 6 હક્ક પત્રકની નોંધ પ્રમાણિત કરી હતી.

જોકે આ જમીન પર કેટલાક માથાભારે શકતો દ્વારા તત્કાલીન ડીઆઈ એલ આર કચેરી સાથે મળી ખાનગી વ્યક્તિના નામે માપણી સીટ તૈયાર કરી હોવાનો આક્ષેપ દ્વારા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા કરવામાં આવ્યું છે. હાલ આ જમીન પર હું ગેરકાયદેસર દબાણ કર્યા અનેક વખત કલેક્ટરથી લઈ ગાંધીનગર સુધી અલગ અલગ કચેરીમાં રજૂઆત કરી છે. આ ઉપરાંત આ અંગેની કેન્દ્ર સરકારના પીટી પોર્ટલમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, જોકે સ્થાનિક તંત્ર દ્વારા સરકારને ખોટા જવાબો અને રિપોર્ટના આધારે ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ પણ ભાણજીભાઈ લગાવ્યું હતું તેઓએ દાવો કર્યો છે કે આગામીની દસ દિવસ દરમિયાન ખોટી નોંધો ને રદ કરવા તેમજ ગૌચરની જમીન પરનો દબાણ ખાલી કરવામાં નહીં આવે તો તેઓ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી સંબંધિત વિભાગો સામે ગોળ કાર્યવાહી કરવા મજબૂર બનશે તેવી ચીમકી આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW