HomeGujaratમોરબીના રવાપર ગામે ઉમા હોલ ખાતે વૈદર્ભીબેન લોરિયાની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીના રવાપર ગામે ઉમા હોલ ખાતે વૈદર્ભીબેન લોરિયાની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ રજૂ થવા જઈ રહ્યું છે. સ્વ. વૈદર્ભીબેન અંકુરભાઈ લોરિયાની પ્રથમ પુણ્યતિથિના નિમિત્તે મોરબી ખાતે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ વૈદર્ભીબેનની સ્મૃતિમાં સિવિલ હોસ્પિટલ, મોરબીના ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ આ રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે.

આ રક્તદાન કેમ્પ મંગળવાર તા. 20 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 8:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી રવાપર ગામ સ્થિત ઉમા હોલ ખાતે યોજાશે. કેમ્પમાં સિવિલ હોસ્પિટલ, મોરબીના ડિલિવરી વિભાગ સહિત અન્ય વિભાગોના દર્દીઓને રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નિઃશુલ્ક રક્ત એકત્રિત કરવામાં આવશે.

આ કેમ્પના સહયોગી બ્લડ બેંક તરીકે સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, મોરબી જોડાઈ છે. આયોજકો દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારના નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરીને માનવજીવન બચાવવાના પવિત્ર કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પને Donato Vitrified Pvt. Ltd., Bloom Well અને Jagdish Soap Pvt. Ltd. દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. આયોજકો મુજબ, સ્વ. વૈદર્ભીબેન લોરિયાની સ્મૃતિમાં યોજાતો આ કેમ્પ સમાજમાં સેવાભાવ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW