HomeGujaratટંકારા અને વાંકાનેરમાં ચાઇનીઝ ફીરકી અને માંજા સાથે બે ઝડપાયા

ટંકારા અને વાંકાનેરમાં ચાઇનીઝ ફીરકી અને માંજા સાથે બે ઝડપાયા

રાજ્યમાં ઉતરાયણ પર્વ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં એન કેન રીતે જિલ્લા માં આ દોરી ઘુસાડવામાં આવી રહી છે અને તેનું વેચાણ પણ થઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં  પોલીસ દ્વારા સર પ્રાઈઝ ચેકિંગ કરી આવી પ્રતિબંધિત દોરી પકડવામાં આવી રહી છે જેના ભાગરૂપે ટંકારા પોલીસે મોચી બજાર શેરીમાંથી રૂ 600 ની કિમતની 4 દોરી ની ફીરકી સાથેસિકંદર હસનભાઈ મોઢીયાને  ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસની ટીમે માટેલ નજીકથી મનજી જેસિંગભાઈ સરવાડીયાને ઝડપી લીધો હતો અને તની પાસેથી એક ચાઇનીઝ દોરાની ફીરકી જપ્ત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW