વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ જટુભા જાડેજાએ અજાણ્યો ચોર ઇસમ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, અજાણ્યો ચોર ઇસમ મહાવીરસિંહના મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમા પ્રવેશી બેડરૂમમાં આવેલ કબાટમાંથી સોનાની વિંટી નંગ-02 આશરે 1 તોલાની કિ.રૂ. 20,000, સોનાનો ચેઇન નંગ-01 આશરે 1 તોલાનો કિ.રૂ. 20,000 તથા આશરે રોકડા રૂપીયા 5,000 મળી કુલ રૂ. 45,000ના મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરેલ હોઇ તેમજ બનાવ બાબતે અન્ય સાહેદોના મકાનમાથી પણ માલમતાની ચોરી થયેલ હોવાનુ જણાય આવતા આમ કોઇ અજાણ્યા ઇસમે મહાવીરસિંહ તથા સાહેદના મકાનમા અલગ અલગ સમયે ચોરી કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

