HomeGujaratમોરબીના નવા જાંબુડીયા ગામે એક શખ્સે મહિલા સહિત ત્રણ વ્યક્તિને જાતિ પ્રત્યે...

મોરબીના નવા જાંબુડીયા ગામે એક શખ્સે મહિલા સહિત ત્રણ વ્યક્તિને જાતિ પ્રત્યે હડધુત અને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા જ્યોતિબેન કમલેશભાઈ ખરાએ આરોપી વિજયભાઈ બાબુભાઈ વીંજવાડીયા રહે જાંબુડીયા ગામ તાલુકો મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીનો ભાઇ પ્રકાશભાઈ જ્યોતિબેનના પતિ સાથે ફરતો હોય અને તેના કારણે આરોપીના ઘરમા ઝઘડા કરતો હોય જે અંગે ચડામણી માટે જ્યોતિબેનના પતિ ઉપર વહેમ રાખી જ્યોતિબેનના ઘરે શેરીમા આવી જ્યોતિબેનને ભુંડી ગાળો આપી અને જ્યોતિબેન તથા તેના સાસુને ઘક બુસટનો માર મારી ઝપાઝપી તથા લાફા મારી જ્યોતિબેનના પતિ જાગીને બહાર આવતા તેને જાતી પ્રત્યે હડધુત કરી અને કેમ અમારા ઠાકોરના દિકરા સાથે રખડે છે તેમ કહિ અને ઝઘડો કરેલ અને જ્યોતિબેનના પતિને મારી નાખી જેલમા જતો રહીશ અને મારા ભાઇ ભેગો ફરવુ નહી તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW