RTO મોરબી દ્વારા તા. 06/01/2026ના રોજ માર્ગ સલામતી માસ–2026 અંતર્ગત એલ.ઈ. ડિપ્લોમા કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટર વાહન નિરીક્ષક આર.એ. જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને બ્લાઈન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન તથા સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા માર્ગ સલામતી સંબંધિત ટેકનિકલ મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તેમજ RTO મોરબી દ્વારા તા. 06/01/2026ના રોજ લાલપર પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સરકારની “રાહવીર” યોજના અંગે માહિતી ધરાવતા વિશેષ પ્રિન્ટેડ પતંગો વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના નાગરિકો સુધી “રાહવીર” યોજનાની માહિતી વ્યાપક રીતે પહોંચે તે હેતુસર RTO મોરબી દ્વારા આ પ્રકારની જનજાગૃતિ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

