HomeGujaratજીઓનું રિચાર્જ પણ હવે મોંઘુ પડશે,જાણો નવા પ્લાનના ભાવ

જીઓનું રિચાર્જ પણ હવે મોંઘુ પડશે,જાણો નવા પ્લાનના ભાવ

વોડાફોન આઈડિયા અને એરટેલ બાદ હવે જીઓ એ ટેરિફ પ્લાનમાં ભાવ વધારી દીધા છે. જેના કારણે હવે રિચાર્જ કરાવવું મોંઘુ પડશે. જીઓ પ્રીપેડના રિચાર્જ પ્લાન 20 ટકા મોંઘા થયા છે. આ પહેલા એરટેલે ભાવમાં 25 ટકાનો વધારો કર્યો હતો. જે નવા ભાવ એરટેલમાં તા.26 નવેમ્બર થી લાગુ થઈ ગયા છે.

જીઓના નવા પ્રીપેડ પ્લાન તા.1 ડીસેમ્બરથી લાગુ થશે. જીઓના પ્લાનમાં રૂ.31થી રૂ.480 સુધીનો ભાવ વધારો કરાયો છે. રૂ.75નો સ્પેશ્યલ પ્લાન હવે રૂ.95નો થયો છે. રૂ.129નો અનલિમિટેડ પ્લાન હવે રૂ.155 નો થઈ ગયો છે. એક વર્ષની વેલિડીટી વાળા પ્લાન સૌથી મોંઘા થયા છે. રૂ.2399નો પ્લાન હવે 2879માં પડશે.

રિલાયન્સ જીયોના ડેટા એડ-ઓન પ્લાન્સના ભાવમાં પણ વધારો થયો છે. 6જીબીવાળા 51 રૂપિયાવાળા પ્લાન માટે હવે 61 રૂપિયા અને 101 રૂપિયાવાળા 12 જીબી એડ-ઓન પ્લાન માટે હવે 121 રૂપિયા લાગશે. 50 જીબીવાળો પ્લાન પણ હવે 50 રૂપિયા મોંઘો થઈ 301 રૂપિયાનો થઈ ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW