મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના લીલાપર રોડ પર આવેલ ખડીયાવાસ મેઈન શેરીમાં આરોપી ભરતભાઈ વાસુરભાઈ જારીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-06 કિં રૂ. 3,372નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

