HomeGujaratમોરબીના નવલખી રોડ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ શખ્સો...

મોરબીના નવલખી રોડ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે મોરબીના નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્ક પાછળ મફતીયાપરા વિસ્તારમાં રેઇડ કરી હતી. જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા લક્ષમણભાઇ દેવજીભાઇ સોલંકી, રજીયાબેન મહેબુબભાઇ સુમરા, રોશનબેન યુનુશભાઇ સુમરા, રોશનબેન હસણભાઇ સુમરા, છાયાબેન દીલીપભાઇ કુઢીયાને રોકડ રૂ. 2800ના મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસે તે તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW