મોરબી શહેરના આસપાસ વિસ્તારમાં એક દિવસમાં અલગ અલગ બે સ્થળે આગની ઘટના સામે આવી હતી જોકે બન્ને સ્થળે આગ ખુલી જગ્યામાં હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી ફાયરી વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં આગની ઘટના સતત વધી રહે છે ત્યારે આજે મોરબીના રફાળેશ્વર પાસે આવેલા પટેલ પેપર એન્ડ સ્ક્રેપ નામના ભંગારના ઢગલામાં બપોરના સમયે આગની ઘટના બની હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
બીજી એક ઘટનામાં મોરબીના રવાપર રોડ પર આવલા મામા ફટાકડા દુકાન સામેના ભાગે આવેલા મેદાનમાં આગની ઘટના બની હતી જોતા જોતા આગે મોટું રૂપ લઇ લેતા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો બનાવ બન્ને સ્થળે ખુલ્લી જગ્યામાં થતા જાનહાની થઇ ન હતી

