HomeGujaratમાળિયામાં ફરી ડીઝલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું, પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા...

માળિયામાં ફરી ડીઝલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું, પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા શખ્સને દબોચી લીધો

માળિયા મિયાણા પોલીસે ફતેપર ગામની ખરાવાડ વિસ્તારમાંથી એક ટેન્કર ચાલકને ટેન્કર માંથી ગેર કાયદે ડીઝલ કાઢી ચોરી કરતા રંગે હાથ ઝડપી લીધો હતો અને ટેન્કરમાં રહેલો 24 હજાર લીટર ડીઝલનો જથ્થો એક ટેન્કર પ્લાસ્ટીક કેરબા નળીઓ તેમજ  5 પ્રેશર સેન્સરના ડગરા સહિત રૂ 36  લાખ 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં ચાલતી  ડીઝલ ચોરીની ઘટના અને તેના ગેરકાયદે વેચાણનો વેપલો બંધ અટકાવવાના એસપી ની સૂચનાને પગલે માળિયા મિયાણા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી દરમિયાન તેઓને બાતમી મળી હતી કે માળિયા તાલુકાના ફતેપર ગામના ખરાવાડા વિસ્તારમાં એક ટેન્કર માંથી કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના ગેર કાયદે સીલ તોડી અત્યંત જ્વલનશીલ ડીઝલ ચોરી થાય છે આ બાતમી આધારે માળિયા પોલીસની ટીમ સ્થળ પર પહોચી હતી અને ટેન્કર ચાલક દિલીપભાઈ વરજાંગભાઈ વીરડા નામના શખ્સને ઝડપી લીધો હતો તેની પૂછ પરછ કરતા ડીઝલ ચોરી ગેર કાયદે વેચાણની કબુલાત કરતા માળિયા પોલીસે સ્થળ પરથી રૂ 15 લાખની કિમતનો  GJ 03  BY 6601  નમ્બરનો ટેન્કર, તેમ ભરેલો રૂ 21.10 લાખની કિમતનો ડીઝલ જથ્થો મળી કુલ 36.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW