મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ગૃહ વિભાગના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ સ્થળેથી ખોવાયેલા ચોરાયેલા કે લાંબા સમયથી તેના મૂળ માલિક ને ન મળ્યા હોય તેવા 42 મોબાઈલ,3 બાઇક અને રોકડ રકમ સહિતરૂ 12 07 લાખનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સૂચના આધારે જિલ્લામાં ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવે છે અને વિવિધ પોલીસ મથકમાં આવા ચોરાયેલ ખોવાયેલ કે છેતરપિંડી થી લેવાયેલ રૂપિયા કે મુદામાલ મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવે અને આ અભિયાનનાં ભાગરૂપે મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ સમયે ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલ અંગેની નોંધાયેલી ફરિયાદ ઉપરાંત બિનવારસી હાલતમાં મળેલા બાઈક અને રોકડ રકમ સહિત કુલ 12, 07,398 નો શોધી કાઢવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દામાલના મૂળ માલિક સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સી. ઇ આઈ આર માં એન્ટ્રી કરવામાં આવી હતી. જે બાદ ટેકનિકલ વર્કઆઉટ આધારે તેમના મૂળ માલિકોને શોધવામાં આવ્યા હતા. ટેકનિકલ ટીમની મદદ થી એ ડિવિઝન પોલીસ ₹8, 09,398 ની કિંમતના 42 મોબાઈલ, રૂપિયા 1.15 લાખની કિંમતના ત્રણ બાઈક તેમજ 2.83 લાખ જેટલી રોકડ રકમ તેમના મૂળ માલિકો સુધી પહોંચવામા સફળ થઈ હતી. જે બાદ તમામ મૂળ માલિક ને એ ડીવિઝન પોલીસ મથકે લાવી ડીવાયએસપી પી એ ઝાલા અને એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.

