HomeGujarat2 જાન્યુઆરીએ મોરબી જિ.પંચાયતની ખાસ સભા,પૂર્વ DDOનો બાંધકામ મંજુરી અંગેનો પરિપત્ર રદ...

2 જાન્યુઆરીએ મોરબી જિ.પંચાયતની ખાસ સભા,પૂર્વ DDOનો બાંધકામ મંજુરી અંગેનો પરિપત્ર રદ કરવા સહિત 10 એજેન્ડા સામેલ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે અને તેના કારણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ઝડપથી વિકાસ કામના મંજૂર કરવા સામાન્ય સભા યોજી કામને મંજૂરી તેમજ જે કામ ચાલી રહ્યા છે તે ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓ પર દબાણ બનાવી રહ્યા છે જોકે મોરબી જિલ્લા પંચાયતમાં તો સામાન્ય સભાનો મુદ્દો જ અલગ છે પૂર્વ ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન સમગ્ર જિલ્લામાં બાંધકામ મંજૂરીને લઇ કરેલો પરિપત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અગાઉ ડીડીઓ પ્રજાપતિ પાસે ભાજપ કોંગ્રેસ દ્વારા બાંધકામ મંજૂરીના પરિપત્ર રદ કરવાની માગ સાથે સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ છતાં જે તે સમયે પણ તે પરિપત્ર પરત ન લેવા અડગ રહ્યા હતા બાદમાં તેમની બદલી બાદ નવેમ્બર મહિનામાં મળેલી સામાન્ય સભામાં પણ ઇન્ચાર્જ ડીડીઓ એસ સી ભટ્ટ અને જિલ્લા પંચાયત પ્રમુખને પણ પરિપત્ર રદ કરવા માંગણી કરી હતી. જોકે તે સભામાં આ પરિપત્ર રદ થયો ન હતો હવે આગામી 2 જાન્યુઆરીના જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવી છે જે સભામાં જૂની સભાની કાર્યવાહી નોંધ અને ઠરાવની અમલવારી કરવાના મુદ્દા ઉપરાંત જિલ્લા બાંધકામ મંજૂરી બાબતે થયેલ પરિપત્ર રદ કરવા અંગેની બાબત પણ એજન્ડામાં સમાવવામાં આવી છે
એક તરફ પૂર્વ ડીડીઓ દ્વારા નિયમના હવાલો આપી કરાયેલ પરિપત્ર છે બીજી તરફ ચૂંટાયેલા સદસ્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરીનાં તાલુકા પંચાયતના અમઈના ફરજિયાત અભિપ્રાયથી લોકોને મુશ્કેલી પડતી હોવાના દાવા વચ્ચે જિલ્લા પંચાયતની આગામી 2 જાન્યુઆરી ના રોજ મળનારી આ સામાન્ય સભામાં પરિપત્ર રદ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW