HomeGujaratહળવદમાં જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોનો યુવક સહિત બે વ્યકિત પર...

હળવદમાં જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોનો યુવક સહિત બે વ્યકિત પર લોખંડના પાઈપથી હુમલો

હળવદ શહેરના આંબેડકરનગર–01 વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ બચુભાઈ રઠોડ દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રમેશભાઈ મુળજીભાઈ પરમાર, જયેશ કાળુભાઈ પરમાર અને મયુર રમેશભાઈ પરમાર (રહે. બસ સ્ટેન્ડ પાછળ, હળવદ) વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદી જણાવેલ છે કે, તેઓ હળવદ બસ સ્ટેશન ખાતે અમદાવાદ જતી બસની રાહ જોઈને ઉભા હતા. તે સમયે આરોપીઓ સાથેના તેમના કૂટુંબીક ભાઈઓ સાથે આશરે પાંચથી છ મહિના પહેલા થયેલા ઝઘડા બાબતે મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદી પર હુમલો કર્યો હતો. આરોપીઓએ લોખંડના પાઈપથી ફરીયાદીને માર મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન વચ્ચે પડેલા સાથી દેવજીભાઈ રાઠોડને પણ આરોપીઓએ ડાબા હાથ અને પીઠના પાછળના ભાગે ઇજાઓ પહોંચાડી, તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે હળવદ પોલીસે ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW