મોરબી: 9 ડિસેમ્બર 2025ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે, દર્દીને પેરાલિસિસનો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા થયું હતું, કિડનીમાં ડેમેજ થયું હતું, ઓક્સિજન લેવલ તેમજ GCS ખૂબ ઓછું જણાતા તત્કાલીક ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા તેમજ બીપી ખૂબ ઓછુ હોવાથી બીપી વધારવાના ઇન્જેક્શનનો ખૂબ જ વધારે ડોઝ આપવો પડ્યો હતો, આમ દર્દી ની 85 વર્ષની ઉમર હોય અને એક સાથે આટલી બધી તકલીફો લાગુ પડેલી હોય અને દર્દી વેન્ટિલેટર પર હોય છતાં ડો.સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા માત્ર એક અઠવાડિયામાં દર્દીની રજા કરવામાં આવી અને દર્દી તેમજ દર્દીના સગા દ્વારા ડોક્ટર અને આયુષ હોસ્પિટલનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.

