HomeGujaratT-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના 15 સભ્યો ના નામ...

T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમના 15 સભ્યો ના નામ જાહેર ,આ ક્રિકેટરની કેપ્ટન શીપમાં રમાશે વર્લ્ડ કપ

આગામી 2026 ના વર્ષમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે હવે દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાનાર T -20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે બીસીસીઆઈ દ્વારા 15 સભ્યોના નામની સતાવાર જાહેર કરી છે શનિવારે મુંબઈમાં BCCI મુખ્યાલયમાં સચિવ દેવજીત સૈકિયાએ મુખ્ય પસંદગીકાર અજિત અગરકર  અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની હાજરીમાં ટીમની જાહેરાત કરવામાં આવી છે

ટીમની સત્તાવાર જાહેરાતમાં કેપ્ટન તરીકે સૂર્ય કુમાર યાદવ જયારે વાઈસ કેપ્ટન તરીકે અક્ષર પટેલ પર ટીમ સિલેક્ટર દ્વારા ભરોસો મુકવામાં આવ્યો છે જયારે વિકેટ કીપર તરીકે ઇશાન કિશન અને સંજુ સેમશન તરીકે લેવામાં આવ્યા છે ટીમ વર્લ્ડ કપ પહેલાં 11 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ODI અને પાંચ T 20 પણ રમશે.

T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચથી શરૂ થશે. ભારત તેની પહેલી મેચ એ જ દિવસે વાનખેડે સ્ટેડિયમ ખાતે USA સામે રમશે. ફાઈનલ 8 માર્ચ, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઈનલમાં આવ્યું તો ફાઈનલ શ્રીલંકામાં ખસેડાશે.

ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ અને ઈશાન કિશન (વિકેટકીપર)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW