HomeGujaratમોરબીના પીપળી નજીક રુપીયાની ઉઘરાણી મુદે યુવાનનું ફોર્ચ્યુનર કારમાં આવેલ શખ્સોએ કર્યું...

મોરબીના પીપળી નજીક રુપીયાની ઉઘરાણી મુદે યુવાનનું ફોર્ચ્યુનર કારમાં આવેલ શખ્સોએ કર્યું અપહરણ, પોલીસે ગણતરીની કલાકોમાં યુવકને છોડાવ્યો, ત્રણ શખ્સની ધરપકડ કરી 

મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલા એબીસી સિ રામિક નજીકથી એક યુવકનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ થયા હોવાની મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલને ફરિયાદ મળી હતી જે ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી હતી વાહનોની તલાસી લઈ કારની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ધરમ પૂર પાટિયા પાસે એલસીબીની ટીમ દ્વારા વાહનોની તપાસ કરી હતી આશંકાસ્પદ જીજે3 એફડી 7997 નંબરની ફોર્ચ્યુનર કાર આવતા તેને અટકાવી હતી ભોગ બનનાર અમરતસિંગ ભુરાસિંગ ઉર્ફે ભૂરો સોઢા ને છોડાવ્યો હતો અને કારમાં સવાર ત્રણ શખ્સ નવઘણ ઉર્ફે ખુટીયો વેલજીભાઈ સોઢા, ભગીરથ રતિલાલ થોરીયા, અને પિયુષ હસમુખભાઈ લોરીયાની ધરપકડ કરી હતી અને તેની પાસેની ફોરચ્યુંનર કાર અને અને 4 મોબાઈલ મળી કુલ 10.40 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો તમામ આરોપીઓને તાલુકા પોલીસ મથક હવાલે કરી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં આરોપીઓ ભોગ બનનાર અમરત સિંગના ભાઈ નરસી ભુરાભાઈ સોઢા પાસે રૂપિયા માગતા હોય અને તેની ઉઘરાણી મુદે તેઓની સાથે ઝઘડો કરી જપાજપી અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું હતું

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW