મોરબી સીટી એ ડિવીઝન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે કુબેરનાથ રોડ મેમેણ શેરીમાં રેડ કરી હતી. જ્યાં આરીફ યાકુબભાઇ કચ્છી નામના આરોપીના રહેણાંક મકાનમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2 કિલો 230 ગ્રામ, કિ.રૂ. 6,690 તથા 1 મોબાઈલ ફોન કિં.રૂ. 5000 તથા અન્ય મુદામાલ મળી કુલ કિં.રૂ. 11,790નો મુદ્દામાલ સાથે આરોપી આરીફ પકડી લઇ પુછપરછ કરતા તેને આ જથ્થો અબ્બાસ મોવર રહે.સુરેન્દ્રનગરવાળા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તે બને શખ્સો સામે એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનાની નોધ કરી છે.

