મોરબી-માળીયા રોડ પર નવા સાદુળકા ગામ નજીક ગત તા.19/11/2025ના રોજ GJ-03-BZ-9417 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી જઈ GJ-03-FG-3228 નંબરના બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક સવાર અમીતકુમાર રમેશકુમાર વિશ્વકર્મા તથા શિવરામ ભેરૂસિહ ભાબરને શરીરે ગંભીર ઇજા પહોચાડતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જયારે અકલેશ કેલાશ સરિયામને પગમા તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આ બનાવ અંગે પોલીસે GJ-03-BZ-9417 નંબરના ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

