રાજ્યભરમાં છેલ્લા 8 નવેમ્બરથી એસ આઈ આરની કામગીરી ચાલી રહી છે આ કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકને બી એલ ઓ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે જોકે આ કામગીરી ખુબ જટિલ અને ડોર ટુ ડોર કામગીરી હોવાથી તેમજ ખૂબ ટૂંકા સમયમાં કામગીરી પૂર્ણ કરવાનું દબાણ હોવાથી બીએલઓને ઝડપી કામગીરી પૂર્ણ કરવાનું દબાણ રહે છે જેના કારણે બી એલ ઓમાં હાર્ટ એટેક તેમજ માનસિક તનાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતને ગંભીરતા દાખવી મોરબી માળિયા બેઠકના ધારાસભ્ય તેમજ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી માળિયા મત વિસ્તારના ભાજપના કાર્યકરો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પાલિકા ચૂંટાયેલ તેમજ પૂર્વ સદસ્યો ને તેમના મત વિસ્તારમાં બીએલઓને મદદ કરવા અપીલ કરી છે જેથી બી એલઓ અને તેમના સહયોગી પર આવેલ કામનું ભારણ ઓછું થાય તેમજ લાયક મતદારો છે તેમનું નામ મતદાર યાદી માંથી કમી ન થાય જેથી કાર્યકર ને પણ સહયોગ આપવા મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ અપીલ કરી હતી

