જૂનાગઢમાં કચરાના નિકાલ માટે કરવામાં આવ્યો આવો અનોખો પ્રયોગ, આ રીતે થશે ફાયદો
જૂનાગઢ મહાનગર વિસ્તારમાંથી એકઠા કરવામાં આવેલા કચરાના નિકાલ માટે એક અનોખો પ્રયોગ કરાયો છે. જેમાં સ્વચ્છ ભારત અંતર્ગત જૂનાગઢ મહાનગર પાલિકા તરફથી શિવનગર પાસે ડમ્પિંગ સાઈટ પ ચાર લાખ મીટર જેટલો કચરો પડેલો છે. આ કચરાના નિકા માટે મહાનગર પાલિકા તરફથી ખાતર બનાવતી એક કંપનીનો સંપર્ક કરાયો છે. આ ઘન કચરામાંથી ખાતર બનાવવાનું તેમજ પ્લાસ્ટિક નીકળે છે એનો ઉપયોગ સોલાર બનાવતી કંપની કરશે.
અત્યારે બે લાખ મેટ્રિકટન જેટલો ઘન કચરો ભેગો થયો છે. જેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આમાંથી ખાતર બનાવીને ખેડૂતોને કોઈ પ્રકારના ચાર્જ વગર આપવામાં આવશે. જ્યારે કચરમાંથી નીકળતા પ્લાસ્ટિકને તેમજ પથ્થરને અલગ કરીને, સોલાર ઉત્પન્ન કરતી એજન્સીઓને આ કચરો આપી દેવાશે. આમ કચરામાંથી પણ રીસાયકલ પ્રોસેસ થકી બીજી એનર્જીમાં મોટું રૂપાંતર થશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂનાગઢ મહાનગર પાલિકાએ એક ડગલું આગળ ભરીને કચરાનો નીકાલ કરવા નિર્ણય લીધો છે. જેમાં ઊર્જા પરિવર્તનનો કોન્સેપ્ટ છે. કચરામાંથી સીએનજી તૈયાર કરવા માટે પ્રોજેક્ટ પર કામ કરનાર જૂનાગઢ મહાનગર પાલિકા રાજ્યની પહેલી મહાનગર પાલિકા છે. હવે કચરાના નિકાલ માટે ખાતર બનાવીને ખેડૂતોને ઉપયોગી એવું ખાતર ફ્રીમાં આપવામાં આવસે. આ ઉપરાંત જૂનાગઢના ઈવનગર પાસે બાયોમિથેનેશન પ્લાન્ટ ભીના કચરામાંથી સીએનજી પેદા કરવા કામ કરશે. જેનો ઉપયોગ સિટી બસમાં એક ગેસ તરીકે કરી શકાશે. આના થકી વર્ષ 20 લાખ 25 હજાર રૂપિયાની કમાણી થવાનો અંદાજ છે.

ઈવનગર ખાતે રૂ.4.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા 15 મેટ્રિક ટનની ક્ષમતાના બાયો મિથેનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. જે કચરાના નિકાલ માટે મોટું કામ કરતું એક મશીન છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલી ગ્રાન્ટમાંથી જૂનાગઢ જિલ્લામાં પહેલી વખત આ પ્રકારની પહેલા કરવામાં આવી રહી છે. કાર્બન ક્રેડિટ થકી કમાણી કરનાર તે ગુજરાતની પ્રથમ સ્થાનિક સ્વરાજની સંસ્થા છે. જૂનાગઢ શહેરના જુદા જુદા રહેણાંક વિસ્તાર, હોટેલ, રેસ્ટોરાંમાંથી 50 ટન ભીનો કચરો ભેગો કરવામાં આવે છે. જેમાં રસોડાનો એંઠવાડ, શાકભાજી તથા અન્ય સુકો કચરો હોય છે. દરરોજનો 130 ટન કચરો ભેગો થાય છે. જેમાંથી 500 કિલો બાયો CNG તેમજ 1 લાખ ટન ખાતરનું ઉત્પાદન થશે. કાર્બન ક્રેડિટ થકી જે આવક થશે એનાથી પણ મોટો ફાયદો થશે. યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રી અંગેની મંજૂરી મહાનગર પાલિકાને મળી ગઈ છે. પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે. જેનું સંચાલન આગામી પાંચ વર્ષ સુધી થશે.

