મોરબી-ટંકારા-પડધરી-રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડુતોના તૈયાર પાક નિષ્ફળ ગયેલ છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકશાન થયેલ છે. કમોસમી વરસાદને કારણે મોટા ભાગના ખેડુતોના પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખુબ જ નુકશાની થયેલ હોવાની ઘણી બધી રજુઆતો મળી રહી છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ સહીતના પાકોનું મોટાભાગે વાવેતર થયેલ હોય કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ખેડુતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડુતોના હીતને ધ્યાને રાખી 66 ટંકારા-પડધરી મતવિસ્તારના ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરીયાએ સત્વરે નુકશાનીનો સર્વે કરાવી સહાય આપવા સીએમને રજુઆત કરી છે.

