વાંકાનેર તાલુકાના સરતાન પર ગામની સીમમાં આવેલ બાફીટ સેનેટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મુળ એમપીના રાજગઢ જીલ્લાના વતની કવિતાબેન રામચરણભાઇ વર્મા અને તેના પતિ રામચરણના બાળકો તેમના વતન એમપી રાજગઢમાં રહેતા હોય દિવાળીનો તહેવાર હોવાથી કવિતાબેને ઘરે સંતાન સાથે તહેવાર ઉજવવાની જીદ કરી હતી જોકે પતિ રામચરણે થોડા સમય બાદ વતન જવાનું કહેતા લાગી આવ્યું હતું અને પોતાના લેબર ક્વાર્ટરમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતા પતિ અને આસપાસના પાડોશી ત્યાં આવી પહોચ્યા હતા અને મહિલાને હોસ્પિટલ લઇ ગયા હતા જોકે ફરજ પરના તબીબે કવિતાબેનને મૃત જાહેર કરી હતી બનાવ અંગેવાંકાનેર તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી


