મોરબીના ત્રાજપર ગામમાં રહેતા ચંપાબેન પોપટભાઈ નામની 60 વર્ષીય વૃદ્ધ મહિલાની 2002 માં સોનલબેન ઉર્ફે સોનુ નટવરભાઈ પરમાર નામની મહિલા અને પ્રેમસિંગ ઉર્ફે ગુડ્ડુ સરમન બઘેલ નામના વ્યક્તિએ સાથે મળી ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી અને સોનાના પાટલા ,ચાંદીના કડલા સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે વૃદ્ધાના પુત્ર દ્વારા જે તે સમયે મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી ઓ બનાવને અંજામ આપી ફરાર થઈ ગયા હતા જે તે સમયે પોલીસે આરોપી પૈકી સોનલ ઉર્ફે સોનુ મૂળ વડોદરા જીલ્લાની વતની હોય જયારે પ્રેમસિંગ રાજસ્થાન ભરતપુર જિલ્લાનો હોવાની માહિતી હોવાથી જે તે જગ્યાએ પોલીસે તપાસ કરી છતાં ત્યાં મળી આવ્યા ન હતા.જેથી પોલીસે કેસમાં સી સમરી ભરી હતી કોર્ટે આ કેસમાં બન્ને આરોપીઓને ભાગેડુ જાહેર કરી હતી. લાંબા સમયથી આરોપી ફરાર હોય આ દરમિયાન મોરબી એલસીબી ટીમને મળી હતી કે આ શખ્સ ઉત્તર પ્રદેશના મથુરામાં સાધુ વેશ ધારણ કરી મંદિરમાં પૂજા કરી રહેતો હોય તો આ બાતમી આધારે એલસીબી ના પીએસઆઈ અને પેરોલ ફર્લો ની ટીમ ઉત્તર પ્રદેશ ના મથુરા જિલ્લાના તારોલી જાનુબી ગામની સીમમાં આવેલા હનુમાન મંદિરમાં સેવા પૂજા કરતા પ્રેમસિંગને યુપી પોલીસની મદદથી ઝડપી લીધો હતો અને આરોપીને મોરબી લાવી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

