HomeGujaratમાળિયાના વેજલપરમાં તહેવાર ટાણે જ તસ્કરોના ધામા એક રાતમાં ત્રણ મકાન,2...

માળિયાના વેજલપરમાં તહેવાર ટાણે જ તસ્કરોના ધામા એક રાતમાં ત્રણ મકાન,2 મંદિરમાં કરી ચોરી

દિવાળી પર્વને સમયે  માળિયા મિયાણા તાલુકાના વેજલપરમાં તસ્કરોએ ધામા નાખ્યા છે અને એક રાતમાં તસ્કરોએ એક સાથે ત્રણ બંધ મકાન અને 2  મંદિરમાં હાથ સાફ કર્યા હતા આ ઉપરાંત એક મોટર સાયકલની પણ ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવને પગલે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો

મોરબી જિલ્લામાં એક તરફ તહેવારોનો માહોલ છવાઈ રહ્યો છે તો બીજી તરફ જાણે તસ્કરોને જાણે ગામડામાં  મોકળું મેદાન મળી ગયું હોય તેમ શહેરી વિસ્તારને મુકી ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ગત રાત્રીના તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામમાં બંધ પડેલા ધર્મેશ ચંદુલાલ કૈલા, કિશોરભાઈ અંબારામ ભોરણીયા અને વિનુભાઈ વિડજાના ત્રણ મકાનો તેમજ એક હનુમાન મંદિર અને રામદેવપીર મંદિરને નિશાન બનાવ્યું હતું

તસ્કરોએ જે ઘરમાં  ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તેમના માલિકો મોરબી રહેતા હોય અને ખેતી કામ માટે જ આવતા હોય જેથી દરેક સ્થળે ખેતી માટે થનારા ખર્ચની રકમ રાખેલી હોય અને તેની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે તસ્કરોએ ધર્મેશભાઈ કૈલાના મકાનમાંથી ૪૫ હજાર તેમજ કિશોરભાઈ અંબારામ ભોરણીયા 38 હજાર રોકડની ચોરી થઇ હતી આ ઉપરાંત વિનુભાઈ વિડજાના મકાનમાં કોઈ મોટી માલ મત્તા હાથ લાગી ન હતી

હાલ મકાનના માલિકોએ માળિયા મિયાણા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW