HomeGujaratસમગ્ર દેશના સ્ટેટ બાર કોમર્સની ચૂંટણી બાબતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું બાર કાઉન્સિલ...

સમગ્ર દેશના સ્ટેટ બાર કોમર્સની ચૂંટણી બાબતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું બાર કાઉન્સિલ બોર્ડે સ્વાગત કર્યું

ગઈકાલ રોજ ગુજરાત બાર કાઉન્સિલની એક્સ્ટ્રા ઓર્ડિનરી બોર્ડ મીટિંગ (અસાધારણ બોર્ડ બેઠક) મળી. જેમાં મહત્વના ઠરાવો કરાયા. જેમાં સુપ્રીમ કોર્ટના ચૂંટણીના આદેશનું સ્વાગત કર્યું અને સુપ્રીમ કોર્ટે જે ચૂંટણી અંગેનો હુકમ કર્યો છે, તેને બાર કાઉન્સિલ દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. આ સાથેજ બોર્ડની બેઠકમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી તાત્કાલિક કરાવવા માંગ ઉઠી. BCG એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) ને ઠરાવ કરીને જણાવ્યું કે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી તેના નિયમ મુજબ તાત્કાલિક કરાવવામાં આવે, જેના માટે તેઓ સજ્જ છે.

આ ઉપરાંત વકીલોના વેરિફિકેશન (ચકાસણી)ના મુદ્દાને લઈને ગુજરાતના વકીલોના મતાધિકારને સુરક્ષિત કરવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં 17 તારીખે કરવામાં આવશે. સમગ્ર ગુજરાતના વકીલોના મતાધિકારને કોઈ રોકી ન શકે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા જે ₹ 1,25,000 (એક લાખ પચીસ હજાર) ની ફી નક્કી થઈ છે, તેની ‘પૂર્ણ વિચારણા’ (પુનર્વિચાર) કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઠરાવાયું કે ભૂતિયા વકીલો પર કાર્યવાહીને સમર્થન, પણ સાચા વકીલોને નુકસાન ન થવું જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW