મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સ તેમજ નવા ટીસી કરવાની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
હરિપર જેજીવાય ફીડર સવારે 8:00 થી બપોરે 03:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જે ફીડરમાં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા ,લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

