HomeGujaratમોરબીમાં પરણીત યુવકે સગીર પ્રેમિકા સાથે ઝેરી દવા પીધી, પ્રેમિકાનું મોત

મોરબીમાં પરણીત યુવકે સગીર પ્રેમિકા સાથે ઝેરી દવા પીધી, પ્રેમિકાનું મોત

મોરબીના નેક્સસ સિરામિક નજીક વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ એક પરણીત યુવકે તેની સગીર વયની પ્રેમિકા સાથે બપોર પહેલા કોઈ પણ સમયે ઝેરી દવા  પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો  ઘટના અંગે આસપાસના લોકોને થતા તેઓએ 108ની મદદથી બન્નેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા બન્નેને ગંભીર હાલતમાં આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી દરમિયાન સગીરાનું મોત થયું હતું જયારે યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ધુતારી વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા વિક્રમ બાબુભાઈ ડાભી નામના 30 વર્ષીય પરણિત યુવકે સોમવારે બપોરના સમયે તેની સગીર વયની પ્રેમિકા પાયલ સામાભાઈ અગેચણીયા  સાથે મોરબી રાજકોટ બાયપાસ રોડ પર આવેલા નેક્સસ સિરામિક નજીક જાહેરમાં ઝેરી દવા પી લીધી હતી જે બાદ બન્નેની તબિયત લથડી હતી દરમિયાન કોઈ અજાણ્યા લોકોને જાણ થતા તેઓએ તાત્કાલિક 108ને બોલાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા મોરબી સિવિલ હોસ્પીટલમાં બન્નેને આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ પાયલનું મોત થયું હતું જયારે વિક્રમ હજુ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે બનાવ અગેની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસના જમાદાર સતીશભાઈ ગરચર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
વિક્રમની માતાના જણાવ્યા મુજબ બનાવ ક્યારે બન્યો તેમને ખબર નથી કારણ કે બે દિવસ અગાઉ વિક્રમ પરિવાર ને મિત્રો સાથે આશાપુરા માતાજીના દર્શને જવાનું કહીને ઘરે થી નીકળ્યો હતો અને ઘરે પરત પણ ફર્યો ન હતો આજે અજાણ્યા વ્યક્તિનો અમને ફોન આવ્યો કે તેને દવા પી  લીધી છે જેની જાણ થતાં અમે સીધા હોસ્પિટલ આવ્યા છીએ વિક્રમ પરણિત હોય અને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હોવાનું જણવા મળ્યું છે
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW