હાલ બોલીવુડમાં ફિલ્મ અલગ અલગ વિષય પર બની રહી છે જેમાં સ્પોર્ટ્સ,પોલીટીક્સ આર્મી તેમજ મનોરંજન આપતી ફિલ્મ પણ બને છે જોકે હવે પોલીસ જવાનોના કામ અને તેમની જીવનશૈલી આધારિત ફિલ્મ બનવાનો પણ દૌર શરુ થયો છે.જેમાં તાજેતરમાં આવેલ ફિલ્મ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે.

પોલીસ કર્મચારી અને અધિકારીઓની પોતાના ફરજ દરમિયાન અલગ અલગ પોતાના પરિવારની સાથે તહેવાર ઉજવી લોકોની સુરક્ષા માટે પોતાનો સમય ખર્ચી નાખે છે ત્યારે પોલીસની આ ફરજને બિરદાવવા મોરબીના નેક્સસ સિનેમા ગૃહ દ્વારા મોરબીના પોલીસ જવાન અને અધિકારીઓ માટે ફિલ્મ શો નું આયોજન કર્યું હતું જેમાં માત્ર ફિલ્મનો એક શો પોલીસ જવાનો માટે ફાળવવામાં આવ્યો હતોસતત ફરજના ભાગરૂપે દોડધામ કરતા પોલીસ જવાનોને એક સાથે ફિલ્મનો લ્હાવો મળતા પોલીસે સિનેમા સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

