HomeGujaratનવરાત્રીમાં વરસાદી વિઘ્ન ની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની સંભાવના

નવરાત્રીમાં વરસાદી વિઘ્ન ની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની સંભાવના

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં અતિભારે વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ લઇ લીધો છે જેના પગલે 22 સપ્ટેમ્બરથી ભક્તિ અને ઉપાસનાના પર્વ તેમજ યુવાનોના પ્રિય એવા નવરાત્રી  પર્વની ઉજવણીની તૈયારી કરી છે  પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવા યુવાનો થનગની રહ્યા છે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા આયોજકો તૈયારીમાં લાગી ગયા છે જોકે આ તૈયારી વચ્ચે હવામાન વિભાગ દ્વારા નવરાત્રી પર્વ દરમ્યાન દક્ષિણ ગુજરાત,પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં હળવા થી મધ્યમ પ્રકારના તેમજ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે પ્રથમ કે બીજા નોરતા દરમિયાન ખેલૈયાઓને પલળતા પલળતા ગરબા રમવા પડે તેવી શક્યતા સેવાઈ રહીછે

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા વરસાદી સીસ્ટમ હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પરથી પસાર થઇ બંગાળની ખાડી તરફ આગળ વધી શકે છે જેના કારણે મહારાષ્ટ્રમાં ભારેથી  અતિભારે  જયારે ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે આ વરસાદની આગાહી ,મુજબ 18થી 23 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW