HomeGujaratમોરબીની યુવતીને લગ્નની લાલચ આપી મુંબઈના શખ્સે રૂ 8.50 લાખની છેતરપીંડી કરી

મોરબીની યુવતીને લગ્નની લાલચ આપી મુંબઈના શખ્સે રૂ 8.50 લાખની છેતરપીંડી કરી

હેદ્રાબાદમાં સાસરે રહેતી યુવતી દિપ્તીબેન સુરેશભાઇ સેતા નામની યુવતીના 2004 પહેલા લગ્ન થયા ન હતા  અને તે સમયે માં પિતાના ઘરે મોરબીમાં રહેતી હતી જે તે સમયે તેઓએ તેનું  ઓનલાઈન મેટ્રોમનીની વેબ સાઈટ પર પ્રોફાઈલ બનાવી હતી અને 2024માં મુંબઈના નિમેશભાઇ બાબુભાઇ નામના શખ્સના સંપર્કમાં આવી હતી બન્ને ના પરિવાર દ્વારા બાયોડેટા મેળવી લગ્ન માટે વાત અઆગળ વધારી હતી  જોકે આ દરમિયાન દીપ્તિ બેનના પિતાનું અવસાન થયું હતું બાદમાં સમય વધતા  પરિવાર દ્વારા લગ્ન માટે નિમેશ જણાવ્યું હતું  દરમિયાન  નિમેશે દીપ્તિ બેનનો વિશ્વાસ કેળવી  ગૂગલ આલ્ફાબેટ નામની કંપનીમાં નોકરી કરતો હોય પ્રોજેક્ટ માટે ઇન્ડિયા બહાર જવાનું હોય પણ તેના સગાભાઈના લગ્નને કારણે ન જઈ શકતા કમ્પનીએ એક લાખની પેનલ્ટી ભરવા દબાણ કર્યું હોય અને પોતાની પાસે આટલી રકમ ન હોય જેથી એક લાખ ની મદદ કરવા જણાવતા દીપ્તિ બેને તે વખતે રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા હતા બાદમાં સમયાન્તરે આ શખ્સે અલગ અલગ ખાતામાં તેમજ તેના મિત્રોંના ખ ખાતામાં રૂ 8.50 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.

તેમજ વારવાર રૂપિયા માંગતા દિપ્તીબેને હવે રૂપિયા નથી તેમ જણાવ્યું હતું તેમજ લગ્ન કરવા કહેતા આ નિમેશે અલગ અલગ બહાના કર્યા હતા બાદમાં અચાનક તેની સાથે લગ્ન નહી કરે તેમ જણાવી પોતાનો નંબર પણ બંધ કરી દીધો હતો દીપ્તિબેનને જયારે તેની સાથે આ શખ્સ દ્વારા છેતરપીંડી કરવામાં આવી હોવાની જાણ હતા તેઓએ આરોપી નિમેશ વિરુદ્દ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW