મોરબીના રાજપર ગામે રહેતા નિલેશભાઈ કેશવજીભાઈ અઘારા ગઈકાલના રોજ સવારના અગીયારેક વાગ્યે ત્રાજપર સિસ્સકો સિરામીક પાછળ ખેતરમાં કોઇ કારણસર ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

