HomeEntertainmentમોરબીના બગથળામાં નજીવા બાબતે ચાર શખ્સોએ મહિલાને માર માર્યો

મોરબીના બગથળામાં નજીવા બાબતે ચાર શખ્સોએ મહિલાને માર માર્યો

મોરબીના બગથળા ગામે રહેતા સરોજબેન અનીલભાઈ સરવૈયાએ આરોપી નરેશભાઈ લાભુભાઈ સરવૈયા, સુરેશભાઈ લાભુભાઈ સરવૈયા, લાભુભાઈ સરવૈયા અને પ્રેમીબેન લાભુભાઈ સરવૈયા રહે. બધાં બગથળા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી સરોજબેનનું બકરીનું બચ્ચું તેમની બાજુમાં રહેતા તેમના કાકાજી સસરા લાભુભાઈની વાડીમાં જતુ રહેતા જે બાબતે આરોપીઓએ સરોજબેન સાથે બોલાચાલી કરી અને ગાળો આપી ઝપાઝપી કરી તેમજ ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરીયાદ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW